Site Overlay

SARS-COV2નો નવો પ્રકાર – જનસામાન્ય સંક્રમણ સાથે સહસંબંધ અને તેનું કારણ રૂપ ?

ઇંગ્લેન્ડના આરોગ્ય સચિવ, મેટ હેનકોકે સંસદમાં જણાવ્યું છે કે SARS-COV2 નો નવો પ્રકાર (નવી પ્રજાતિ નહી, કારણ – જીવ વિજ્ઞાનમાં પ્રકાર (variant) અને પ્રજાતિ (species) વચ્ચે ફેર છે) ઓળખવામાં આવ્યો છે. આ નવા પ્રકાર વિષે ના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો અહી નીચે..

હાલમાં આપણી પાસે SARS-COV2ના નવીન પ્રકાર વિષે શું માહિતી છે ?

  • નામ : VUI-202012/01 (“Variant Under Investigation” in December 2020) (ડિસેમ્બર 2020 માં પ્રથમ “વેરિયેન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશન”) 
  • વિભિન્નતા : SARS-COV2 ના આ નવા પ્રકાર ને 17 ફેરફારો (કુલ 23 ફેરફાર માંથી 17 વાઇરસ ના પ્રોટીનમાં પરિવર્તન કરે છે અને બાકી ના 6 નથી કરતા) અથવા પરિવર્તનના સમૂહ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એક સૌથી નોંધપાત્ર એ સ્પાઇક પ્રોટીનમાં N501Y પરિવર્તન છે. આ સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ વાયરસ માનવ ACE2 રીસેપ્ટરને બાંધવા માટે કરે છે.
  • શોધ : તેને કોવિડ -19 જેનોમિક્સ યુકે (COVID-19 Genomics UK (COG-UK) consortium) દ્વારા શોધવામાં આવ્યું હતું, જે UKની આસપાસ હકારાત્મક COVID-19 ના નમૂનાઓની આનુવંશિક અનુક્રમણિકા કરે છે. એપ્રિલ 2020 માં સ્થાપના થઈ ત્યારથી તેમણે ચેપગ્રસ્ત લોકોના 140000 વાયરસ જિનોમની અનુક્રમણિકા તૈયાર કરી છે. આ સંસ્થા વાયરસ ફેલાવોને દર, નવા પ્રકારની ઓળખ અને સાપ્તાહિક અહેવાલ પ્રકાશિત કરવા માટે જવાબદાર છે. ( https://www.cogconsortium.uk/data/ )

આ નવો પ્રકાર કેટલો જનસામાન્ય (common) છે ? 13 ડિસેમ્બર સુધીમાં, UKમાં લગભગ 60 જુદા જુદા સ્માંથળો આ નવા પ્રકાર સાથેના 1108 કેસની ઓળખ કરવામાં આવી હતી, જો કે સાચી સંખ્યા ઘણી વધારે હશે. આ કેસો મુખ્યત્વે ઇંગ્લેંડના દક્ષિણ પૂર્વમાં હતા, પરંતુ વેલ્સ અને સ્કોટલેન્ડ સહિતના આગળના ભાગથી તાજેતરના અહેવાલો પ્રાપ્ત થયા છે.

શું આ નવો પ્રકાર વધુ ઝડપથી ફેલાય છે ? મેટ હેનકોકે 14 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે SARS-COV2નો આ નવો પ્રકાર દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડના કેસમાં તાજેતરના વધારા સાથે “સંકળાયેલ હોઈ શકે છે”. જો કે, આ કહેવા જેવું નથી કે તે વધતા જતા સંક્રમણનું મૂળ કારણ છે. આ વાત બર્મિંગહામ યુનિવર્સિટીના માઇક્રોબાયલ જિનોમિક્સ અને બાયોઇન્ફોર્મેશનના પ્રોફેસર નિક લોમેને પણ જણાવી કે “correlation is not causation” = “આ નવા પ્રકારની શોધ અને વધતા જતા સંક્રમણ વચ્ચે એક સહસંબંધ છે, પરંતુ હજુ અમે કહી શકતા નથી કે તે કારક છે.” તેમ છતાં, લોમેને ઉમેર્યું કે “આ નવા પ્રકારના વાયરસની શોધ માં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, તેથી જ આપણે ચિંતિત છીએ, અને તેને તાત્કાલિક તપાસની જરૂર છે.”

શું વાયરસના પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવશે? પરિવર્તન તે જીવન નો નિયમ છે – માનવ કોશ પણ સત્તત (રોજ – પ્રત્યેક ક્ષણે) પરિવર્તન પામતા હોય છે. આ પ્રક્રિયા બધાજ જીવો માટે અનિવાર્ય છે. SARS-COV-2 એ આરએનએ વાયરસ (RNA-virus) છે, અને વાયરસની પ્રતિક્રિયા આપતાની સાથેજ તેનું કુદરતી રીતે પરિવર્તન થાય છે. ઘણા હજારો પરિવર્તન પહેલાથીજ થયા છે, પરંતુ ફક્ત ખૂબ જ ઓછી લઘુમતીના પર્વાર્તાનો મહત્વપૂર્ણ હોવાની સંભાવના રાખે છે અને વાયરસને પ્રશંસાત્મક રીતે બદલવા માટે સક્ષમ છે. સીઓજી-યુકે (COG-UK) કહે છે કે હાલમાં સ્પાઇક પ્રોટીનમાં લગભગ 4000 જેટલા વિભિન્ન પરિવર્તન થઇ ચુક્યા છે.

શું આ નવો પ્રકાર વધુ જોખમી છે? વૈજ્ઞાનિકોને હજી ખબર નથી. જે પરિવર્તન વાયરસને વધુ ચેપી બનાવે છે તે જરૂરી નથી કે તેઓ વાયરસને વધુ ખતરનાક પણ બનાવે. UKમાં પહેલાથી સંખ્યાબંધ નવા પ્રકારો શોધવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, D614G-પ્રકાર દુનિયા માં સોથી વધારે ફેલાયેલ છે, અને UKમાં તે હવે સૌથી સામાન્ય પ્રકારનું સંક્રમણ છે, જો કે તે વધુ ગંભીર રોગનું પરિણામ નથી દર્શાવતું.

ઇંગ્લેન્ડની પોર્ટન ડાઉન ખાતેની પબ્લિક હેલ્થ પ્રયોગશાળા (Public Health England’s laboratory at Porton Down) હાલમાં નવા પ્રકારમાં રોગની તીવ્રતામાં વધારો અથવા ઘટાડો થાય છે તેવા કોઈ પુરાવા શોધવા માટે કાર્યરત છે.

શું રસી હજુ પણ કામ કરશે ?

SARS-COV2ના નવા પ્રકારના સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તન મળેલ છે, જે ત્રણ અગ્રણી રસીઓને લક્ષ્યમાં છે. જો કે, રસી સ્પાઇક પ્રોટીનમાં ઘણા ભાગ સામે એન્ટિબોડીઝ (antibodies) ઉત્પન્ન કરે છે, તેથી કોઈ એક ફેરફાર રસીને ઓછી અસરકારક બનાવશે તેવી સંભાવના નથી. સમય જતાં, કુદરતી રીતે વધુ પરિવર્તન શક્ય છે, અને રસીમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. આવું મોસમી ફ્લૂ (Seasonal Influenza) સાથે થાય છે, જે દર વર્ષે પરિવર્તિત થાય છે, અને તે મુજબ રસીમાં કેરફાર કરવામાં આવે છે. SARS-CoV-2 વાયરસ ફલૂ વાયરસની જેમ ઝડપથી પરિવર્તિત થતો નથી, અને રસીઓ કે જે અત્યાર સુધી ટ્રાયલ્સમાં અસરકારક સાબિત થઈ છે, તે એવા પ્રકારો છે કે જે જરૂરી હોય તો સરળતાથી સુધારી શકાય છે.

COVID-19 વાયરસ એક નવો પ્રકાર જનસામાન્ય કઈ રીતે થઇ શકે ? 

  • જો વાયરસની પોતાની સંક્રમણ કરવાની ક્ષમતામાં વધારો થયો છે તો – પણ આ માહિતી ની સાબિતી માટે વિવિધ પ્રયોગ કરવા જરૂરી બને છે (જે હાલ માં વૈજ્ઞાનિકો કરી રહ્યા છે), અને ઉપલબ્ધ રોગચાળા ના આંકડા દ્વારા આ વાત પુરવાર ના થઇ શકે એવો પ્રશ્ન છે (કારણકે તે આંકડા માર્યાદિત માહિતી છે – જેનો ઉપયોગ કોઈ જૈવિક પ્રક્રિયાની તપાસ માટે શક્ય નથી).
  • જો વાયરસનો કોઈ એક પ્રકાર એક ટૂંકા માટે-એક હદથી વધારે સંક્રમિત થઇ જાય (ઉદાહરણ તરીકે કોઈ અતિ-સંક્રમણ (super-spreader event) દરમ્યાન) તો તે બીજા પ્રકારો પર વર્ચસ્વ ધરાવી લે છે.. અને આ સમય પછી ભલે વાયરસના બીજા પ્રકાર કરતા તેના સંક્રમણની ક્ષમતા સરખી હોય, તો પણ તે પોતાના સ્થાપિત વર્ચસ્વ ને કારણે જનસામાન્ય થાય છે. આ પ્રક્રિયા ને જીવવિજ્ઞાનમાં Founder effect તરીકે સમજવામાં આવે છે.

વધુ માહિતી માટે વાંચો: GISAID અને BMJ

અથવા જુઓ આ ચર્ચા વૈજ્ઞાનિક Vincent Racaniello સાથે :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.