ક્યારે કોઈ ગધેડા પાસે બેસો, અને એને અમદાવાદના ટ્રાફિક-જામ વિષે સમજાવો – એ નઈ સમજે, ને વિચારશે કે આ કોણ ગાંડો માણસ છે. પણ આપણને ખબર છે કે ટ્રાફિક-જામ કોને કહેવાય, અને આ વાત માનસિક તણાવ અને માંદગીનો પાયો છે. આપડે કોઈ સામાન્ય રોજીંદા માનસિક તણાવ નો એ સ્તરનો પ્રતિભાવ આપ્યી છીએ, જાણે આપડે કોઈ જંગલના હરણ હોઈએ અને જીવ લેવા આપડી પાછળ દીપડો પડયો હોય. હકીકતમાં કોઈ આવા હરણ માટે આ શારીરિક પ્રતિભાવ યોગ્ય છે, અને એક ટૂંકા ગાળા માટેની વાત છે. એટલા માટે જ કોઈ હરણ કે દીપડા ને આ વિષયમાં આટલી સમજણ પુરતી છે.
પણ મનુષ્ય તરીકે, આપડે એક અલગ દુનિયા રચી છે. આપડે સતત કોઈ ને કોઈ વાત થી ચિંતિત હોઈએ છીએ. આપણને અડધી રાતે પણ એ ડર હોય છે કે આપણે કેન્સર થશે, કે મિટિંગ માં શું થશે, કે કાલે સવારે કરીયાણું લેવા કોણ જશે. અને આ કારણ સર કોઈ તણાવ કરતા તે તણાવનો આપડો વ્યક્તિગત પ્રતિસાદ વધારે જોખમી બની શકે છે. ખાસ કરીને ત્યારે જયારે તે પ્રતિસાદ નિયમિતપણે સક્રિય રહે. ઉપરાંત આપડે જો તણાવની ગેર હાજરીમાં પણ આ પ્રતિસાદ દર્શાવીએ તો તે વધારે જોખમી બની શકે છે.
આ પછી, તે જાણવાનું રહે કે શરીર ના વિવિધ અંગો (હૃદય, પેટ, મગજ, વગરે) કે પ્રક્રિયાઓ (ઊંઘ, યાદશક્તિ, રોગપ્રતીકારક શક્તિ, વગરે) તણાવ સામે પ્રતિક્રિયા માં કયો ભાગ ભજવે છે. અને આ તણાવ ટૂંકા ગાળા માટે કેમ યોગ્ય હશે, પણ લાંબા ગાળા માટે કોઈ વ્યક્તિની તંદુરસ્તીમાં ખલેલ પહોચાડી શકે છે. આપડે જાણીશું કે શારીરિક તણાવ ની માનસિક અસરકેવી રીતે થાય છે. ઉપરાંત વ્યક્તિગત વૈવિધ્ય ને કારણે કેમ કોઈ વ્યક્તિ તણાવ નો સામનો સરળતા થી કરી શકે છે, અને કેમ બીજા લોકો ને આ તણાવ સામે વધારે શ્રમ વેઠવો પડે છે. આ શ્રેણી ના અંતે કદાચ તમને માનસિક તણાવ પહોચી શકે છે, અને કદાચ તમે ડિપ્રેશનમાં સરી પડશો. પણ છેલ્લે ૨ એવા પ્રકરણ છે, જેમાં તણાવની આડઅસરો થી કેવી રીતે બચવું તેના વિષે વાત કરીશું. હજુ આશાવાદ માટેના ઘણા કારણો છે.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
- To read more / આગળ વાંચવા માટે:

કોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?

તમારું શરીર અને તણાવ – stress and your body

તણાવ સામેની શારીરિક પ્રતિક્રિયા – stress response

તણાવ અને તમારું હૃદય – stress and your heart

તણાવ અને પાચન – stress and metabolism

તણાવ અને અતિશય આહાર – stress and overeating

તણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb

તણાવ અને શિશુવિકાસ – stress and child development

તણાવ અને સ્ત્રી પ્રજનન – stress and female reproduction

તણાવ અને પુરુષ પ્રજનન – stress and male reproduction

તણાવ અને તમારી રોગપ્રતિકારક શક્તિ – stress and your immune system

તણાવ અને કેન્સર – stress and cancer

તણાવ અને પીડા – stress and pain

તણાવ, યાદશક્તિ અને યાદોનો સંગ્રહ – stress, learning and memory

તણાવ આવેગ અને નિર્ણય ક્ષમતા – stress impulse control and judgement

તણાવ અને નિંદ્રા – stress and sleep

તણાવ અને વૃદ્ધત્વ – stress and ageing

માનસિક તણાવને સમજીએ – Understanding psychological stress

તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress

તણાવ અને ડીપ્રેશન – Stress and depression

તણાવ સાથેની ચિંતા, દુશ્મનાવટ, દમન અને વળતર – Anxiety, Hostility, Repression, and Reward

તણાવ, તંદુરસ્તી અને સામાજિક-આર્થિક પરિસ્થિતિ – Stress, Health and socioeconomic status

તણાવ સામે જીતવું કેવી રીતે – Successful Stress-management
