“કોઈ અંગમાં કેન્સર રોગ પ્રસરશે કે નહિ, તેવું કોણ નક્કી કરે છે ?” – આ પ્રશ્ન પશ્ચિમ લંડન હોસ્પિટલના સર્જન ડો. સ્ટીફન પેગેટ ને આતુર કરી રહ્યો હતો. તેમના ૧૮૮૯ના case-study રેપોર્ટ ના આધારે કેન્સર રોગ ના પ્રસાર (metastasis) ને પ્રખ્યાત ‘ભૂમિ અને બીજ’ ની પરિકલ્પના નો આધાર મળ્યો.
તેમણે લખેલું, “જયારે કોઈ વૃક્ષ બીજ આપે છે, ત્યારે તે બીજ ચારે દિશામાં ફેલાય છે. પણ, તે બિજ વૃક્ષ બનીને ત્યારેજ ફૂટી નીકળે છે, જયારે તેને તેના અનુકુળ જમીન મળે છે.” આ વિચાર તે સમયના પ્રચલિત સિદ્ધાંત થી વિરૃધ હતો, જેમાં વૈજ્ઞાનિક માનતા હતા કે – “કેન્સરના કોષ, લોહી અથવા લસિકા (blood & lymph) દ્વારા શરીરમાં ફેલાય છે, તે પેશીઓમાં પ્રવેશી શકે છે અને આસપાસના કોષોને સમાન રીતે વધવા માટે પ્રેરણા આપી શકે છે.” જો કે, પેગેટ આ વિચારધારાને અનુસર્યા હતા કે કેન્સરના કોષો જ્યાં સ્થાયી થયા ત્યાં સતત વિકાસ કરી શકે છે, પરંતુ તેજ અંગોમાં ફળદ્રુપતા પામે છે જે પહેલેથી કેન્સરને માટે પૂર્વગ્રહિત કરવામાં આવેલ હોય.
ડો. પેગેટે તર્ક આપ્યો હતો કે જો ગૌણ ગાંઠો ઉદ્ભવતા અંગો કેન્સરના પ્રસરણની પ્રક્રિયામાં ‘નિષ્ક્રિય’ હોય, તો પછી કેન્સરનું વિતરણ શરીરમાં અનિશ્ચિત રૂપે થાય. જીવલેણ સ્તનના કેન્સરના (Breast-cancer) ૭૩૫ કેસના વિશ્લેષણ દ્વારા, તેમણે જોયું કે કેન્સરની ગૌણ ગાંઠો વિકસવાની શક્યતા બીજા અંગો કરતા યકૃતમાં વધારે છે. યકૃતની જેમ બરોળમાં પણ કેન્સરના કોષોનું સમાન વિતરણ થાય છે, પણ બરોળમાં કેન્સરનો વિકાસ જોવા નથી મળતો અથવા ઓછો મળે છે.
પેગેટને સમજાવવા માટે આ પૂરતું હતું કે કેન્સરના ગૌણ વિકાસ માટેના અંગ આકસ્મિક બાબત નથી અને કેટલાક અંગો અમુક કેન્સરના વિકાસ માટે અન્ય કરતા વધુ ફળદ્રુપ વાતાવરણ પૂરું પાડે છે. તેમણે નોંધ્યું કે, “કેન્સરના પેથોલોજીમાં શ્રેષ્ઠ કામ હવે તે લોકો કરે છે જેઓ … બીજની પ્રકૃતિનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ વૈજ્ઞાનિક વનસ્પતિશાસ્ત્રીઓ જેવા છે. અને જે કેન્સરનાં રેકોર્ડ્સનો અભ્યાસ કરે છે તે એક ખેડૂત છે, પરંતુ જમીનના ગુણધર્મોની અવલોકન પણ ઉપયોગી થઈ શકે છે.”
ઘણા વર્ષો સુધી પડછાયામાં રહ્યા પછી પેગેટની આ પરિકલ્પના સાબિત થઇ. 1980 માં ઈઆન હાર્ટ અને યશાયા ફીડલર દ્વારા બીજ અને જમીનની પૂર્વધારણાને ફરી સંપૂર્ણ કરવામાં આવી. આ સમય સુધી, ક્લિનિકલ નિરીક્ષણોએ સ્થાપિત કર્યું હતું કે ચોક્કસ અંગો અને તેમના વિશિષ્ટ ગુણધર્મો અને અન્ય યજમાન પરિબળો કેન્સર ના વિતરણ અને તેની સ્થાપનામાં મોટો ભાગ ભજવે છે.
હાર્ટ અને ફીડલર તપાસ કરી હતી કે કેન્સર નું વિતરણ અને સ્થાપના શેના પર આધારિત છે. શું તે રક્ત પરીભ્રમણ પર આધાર રાખે છે, કે પછી કેન્સરના કોષો ચોક્કસ અંગ પસંદ કરે છે. ઉંદરનો ઉપયોગ કરીને, તેઓએ કિડની, અંડાશય અને ફેફસાના પેશીઓને ચામડી હેઠળ અથવા સ્નાયુમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા અને બતાવ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટ પેશીઓએ પોતાના લોહીની પુરવઠાની સ્વતંત્ર સ્થાપના કરે છે. ત્યારબાદ તેઓએ મેલાનોમાના (ચામડીના કેન્સર) કોષો આ ઉંદરની અંદર દાખલ કર્યા અને નોધ્યું કે કેન્સરની સ્થાપના ફેફસાં અને અંડાશયની પેશીઓમાં જ વિકસિત થાય છે, પરંતુ કીડનીની પેશીઓમાં નથી થતું, તેથી તે એક અલગ પસંદગી દર્શાવે છે.
ખાસ કરીને, ઉંદરની અંદર દાખલ કરેલા કોષોનું કિરણોત્સર્ગી રંજન (radioactive labeling) દર્શાવે છે કે તેઓ બધિજ પેશીઓમાં એકસરખા ફેલાય છે. તેથી, ફક્ત પેશીઓમાં ઉતરવું એ કેન્સર કોષો માટે પૂરતું નથી. તેના બદલે, પેશીઓની કેટલીક સંપત્તિએ નવી વૃદ્ધિને જાળવી રાખવામાં મદદ કરે છે. કેન્સરના કોષોને તેમના પર્યાવરણમાંથી કેટલાક ‘પોષણ’ ની આવશ્યકતા છે, જે આજે પણ સંશોધનને પ્રેરિત કરે છે. હાલમાં તેવા મહત્વના પરિબળો પર સંશોધન થાય છે જે બીજ અને જમીનને સાથે લાવે છે, અને કેન્સરના વિકાસ ને પોષે છે.
- અનુવાદ : દર્શક ભટ્ટ
- લેખન : Helen Dell, Nature, Locum Associate (News and Views Editor)
- મૂળ સંશોધન અને વૈજ્ઞાનિક લેખો:
- Dell, H. Observations from a ploughman. Nat Rev Cancer 6, S7 (2006). https://doi.org/10.1038/nrc1843
- Paget, S. The distribution of secondary growths in cancer of the breast. Lancet 1, 571–573 (1889)
- Hart, I. R. & Fidler, I. J. Role of organ selectivity in the determination of metastatic patterns of B16 melanoma. Cancer Res. 40, 2281–2287 (1980)