Site Overlay

તણાવ અને પાચન – stress and metabolism

વ્યસ્થ-અવસ્થામાં થતો ડાયાબિટીસ (adult-onset diabetes) તણાવની (stress) એક વિશેષ પેદાશ છે. આ સમસ્યાનો સામનો આપણા પરદાદા કે એમના દાદાએ કદી નહિ કર્યો હોય. જોકે આ પ્રકાર નો ડાયાબિટીસ, રોજીંદા જીવનમાં ખુબ સામાન્ય રીતે જોવા મળે છે, ખાસ કરીને બેઠાડું જીવનશૈલી વાળા અથવા જરૂર કરતા વધારે વજન ધરાવતા વ્યક્તિઓ સાથે સંકળાયેલ હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization – WHO) ના અંદાજ પ્રમાણે એક સમયે નજીવો ગણાતો આ રોગ, આવનારા દશકોમાં માનવજાત માટે એક ગંભીર સમસ્યા બનીને રહી જશે.

પાચન અને મેટાબોલીસ્મ (metabolism) એ શારીરિક પ્રક્રિયા છે જેના દ્વારા શરીરના સંતુલન માટે તમારા ખોરાકને કોઈ જરૂરી રૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. સામાન્ય રીતે, તમારા ખોરાકમાં ત્રણ પ્રકારના રસાયણિક તત્વો હોય છે – શર્કરા (carbohydrates), પ્રોટીન (proteins), અને ચરબી (fat). શરીરનું પાચનતંત્ર રોજ આ પ્રોટીન (proteins) ને અમીનો-એસીડ (amino-acids) માં, વિવિધ શર્કરાને (complex carbohydrates) ગ્લુકોસમાં (simple sugars), ચરબીયુક્ત ખોરાક (fat) ને ફેટી-એસીડ (fatty acids) અને ગ્લીસેરોલ (glycerol)માં વિખંદન/પરિવર્તન કરે છે, જેથી વિવિધ અંગમાં રહેતા કોશો તેમનો ઉપયોગ વૃદ્ધિ અને યોગ્ય કાર્ય માટે કરી શકે.

જયારે તમે જરૂર કરતા વધારે આહાર કરો, ત્યારે આ બધીજ પ્રક્રિયા વિરુધ દિશામાં ચાલે છે અને તે પદાર્થોનો શરીરમાં સંગ્રહ થતો હોય છે. પાચનને લગતી આ પ્રક્રિયાઓ નું સંચાલન કેવી રીતે થાય? તેના માટે ઇન્સુલીન (insulin) નામ નો એક હોર્મોન (hormone) જવાબદાર છે, જેને આપડે ખુબ સારી રીતે ઓળખીએ છીએ. લોહીમાં જયારે પોષક તત્વોનું સ્તર સામાન્ય કરતા વધારે થાય ત્યારે શરીરમાં ઇન્સુલીનનો સ્ત્રાવ વધે છે, જે વિવિધ અંગોને પોષક તત્વોના સંગ્રહ માટે આદેશ રૂપી માહિતી આપે છે. પણ જો પાચનના સમયે તમે કોઈ તણાવ અનુભવો, તો શરીર જાણે છે કે લોહીમાં હાજર પોષક તત્વો નો સંગ્રહ નહિ પણ ઉપયોગ વધારે જરૂરી બની જાય છે. ઉપરાંત સંગ્રહિત પોષક તત્વોને પણ શરીરના ઉપયોગ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. તણાવ દરમ્યાન શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ (glucocorticoids) અને એપીનેફ્રીન (epinephrine અથવા adrenaline) જેવા હોર્મોન્સનો પણ સ્ત્રાવ શરુ થાય છે. પોષક તત્વો નો સંગ્રહ રોક્વા માટે ઇન્સુલીન (insulin) નો સ્ત્રાવ પણ અટકાવવામાં આવે છે. ટૂંકા સમય માટે પાચનને લગતી પ્રક્રિયામાં રોક લગાવવી યોગ્ય હોઈ શકે, પણ નિયમિતપણે અને લાંબાગાળા માટે તણાવને કારણે થતી અડચણ તંદુરસ્તીને નુકસાન પહોચાડે છે, જેમાં ખોરાકના સંગ્રહ અને ઉપયોગ ની પ્રક્રિયા ધીરા ધીરા નબળી પડતી જાય છે.

પાચન ઉપરાંત અને તેને લગતી બીજી મહત્વની સમસ્યા છે ડાયાબિટીસ (diabetes). જો તમે બાળપણથી (type-1 juvenile diabetes) જ ડાયાબિટીસ નો સામનો કરતા હો, તો તણાવને કારણે તમારી પરિસ્થિતિ સમય જતા વધારે ગંભીર બની શકે છે. કારણકે જયારે જયારે તમે તણાવ અનુભવશો ત્યારે તમારા શરીરમાં ખુબ વધારે પ્રમાણમાં શર્કરાનું વિતરણ થશે અને તણાવ ના અંતે ફરી પાછો તે શર્કરાનો સંગ્રહ થશે – અને ડાયાબિટીસના એક દર્દી તરીકે તમે લોહીમાં શર્કરાનું પ્રમાણ યોગ્ય સ્તરે જાળવવા ને બદલે એક નહિ કરવાનું કામ કરશો. તેથીજ લાંબા સમય નો તણાવ ડાયાબિટીસના દર્દી માટે હાનીકારક સાબિત થઇ શકે છે. વ્યસ્થ-અવસ્થામાં થતો ડાયાબિટીસ (type-2, adult-onset diabetes) હાલના સમય અને જીવનશૈલીની એક વિશેષ દેન છે. અહિયાં સમસ્યા ઓછા ઇન્સુલીનની (insulin) નહિ પણ જરૂર કરતા વધારે થતા આહારની છે. સીધી ભાષામાં આપડે એક નવી જ રીતે ઘડપણ તરફ વધી રહ્યા છીએ, જેમાં આપડું વજન વધશે, આપડે એક બેઠાડું જીવનશૈલી અપનાવીશું, અને આપડા લોહીમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં પોષક તત્વો ની હાજરી રેહશે. અને આપડું શરીર ઇન્સુલીનની (insulin – જે વિવિધ અંગોને પોષક તત્વોના સંગ્રહ માટે આદેશ રૂપી માહિતી આપે છે) સામે અસંવેદનશીલ થતું જશે. આપડું મગજ બધાજ અંગો ને સંદેશો આપશે કે “ઇન્સુલીનની (insulin) કોઈ વાત ના સંભાળતા, એના થી કોઈ ફેર નથી પડવાનો”.

ઇન્સુલીન સામેની આ અસંવેદનશીલતા આપણા લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવા દેશે (hyperglycemia), જેની આડઅસર રૂપે આપણને હૃદયના રોગ અથવા હુમલાની શક્યતાઓ વધી શકે છે. શરીરની બધીજ પ્રક્રિયાઓ કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલી હોય છે અને એકબીજાને તંદુરસ્તી અથવા રોગ તરફ લઇ જાય છે તેનું અહી આપડે એક સારું ઉદાહરણ જોઈ શકીએ છીએ.

1 thought on “તણાવ અને પાચન – stress and metabolism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.