Site Overlay

તણાવ અને તમારું હૃદય – stress and your heart

નોબેલ પારિતોષિક મેળવનાર અને નાઝી કોન્સન્ટ્રેશન-કેમ્પ ના ભોગ બનેલ એલી વિઝ્લ (Elie Wiesel) કહે છે કે પ્રેમ થી  વિરોધી વર્તન નફરત નહિ પણ ઉદાસીનતા કે તટસ્થતા છે. આ વાત શારીરિક રીતે સાચે એટલે છે કારણ કે અતિશય પ્રેમ કે નફરત દેખાડનાર વ્યક્તિમાં રહેલ સ્વસંચાલિત ચેતા તંત્ર (sympathetic nervous system) ખુબજ સરખી પ્રક્રિયા માંથી પસાર થતું હોય છે.

સંકટ સમયે કે તણાવની હાજરી માં સોથી વધારે સક્રિય અંગ તમારું હૃદય હોય છે. સામાન્ય રીતે આ પ્રકારનો ઘટનાક્રમ જોવા મળે છે: પહેલા તમારા શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ (glucocorticoids) અને એપીનેફ્રીન (epinephrine અથવા adrenaline)  જેવા હોર્મોન્સનો સ્ત્રાવ શરુ થાય છે. આથી તમારૂ શરીર sympathetic nervous systemના કાબુ માં હશે, અને તે દરમ્યાન parasympathetic nervous system નિષ્ક્રિય બનશે. તમારા હૃદયના ધબકાર વધશે, બ્લડ-પ્રેશર વધશે, શરીરમાં લોહી દ્વારા શર્કરા અને ઓક્સીજનનું પરીબ્રહમણ વધશે. સંકટ સમયે આ પ્રતિભાવ યોગ્ય છે કારણકે તમારા શરીરના સ્નાયુઓ, ફેફસા વગેરે જેવા અંગોને પ્રાથમિક કાર્ય કરવાનું છે, અને તમારા પેટ કે પ્રજનન અંગો ને આ સમયે નીશ્ક્રિયા રહેવાનું છે.

પણ આ પ્રતિભાવ જો નિયમિતપણે અને તણાવની ગેરહાજરીમાં પણ જો આપડે દર્શાવીએ તો તે આપડો જીવ બચાવવાને બદલે આપણને હાયપરટેન્શન (hypertension) આપી શકે છે. જો તમારું હૃદય લાંબા સમય શુધી વધારે બળ થકી લોહીનું પરીબ્રહમણ વધારવામાં સક્રિય રહેશે, તો તમારી રક્તવાહિનીઓ (blood vessels) પણ ટેવાતી જશે અને રક્તવાહિનીઓને ફરતા સ્નાયુઓમાં વધારો થશે. આના કારણે તમારી રક્તવાહિનીઓ (blood vessels) વધારે સજ્જડ કે સખત બનતી જશે, જેના કારણે લોહીના પરીબ્રહમણ માટે વધારે બળ જોઇશે, અને પરિણામે તમારા બ્લડ-પ્રેશરમાં સતત વધારો થશે. આ વિશ-ચક્રનું પરિણામ સામાન્ય રીતે હાયપરટેન્શન (hypertension) હોય છે.  

અંતે આ વિશ-ચક્રની ભોગવાઈ તમારું હૃદય ભરશે, કારણકે આમ જોઈએ તો તે એક સામાન્ય પંપ જેવું યંત્ર છે. જે કારણો સર આપડે આપડી પાણીની ટાંકી નો પંપ અવારનવાર બદલતા હોઈએ છીએ, તેમ આપડું હૃદય પણ સરખા કારણોથી પીડાતું હોય છે. ઉપરાંત, વધારે બ્લડ પ્રેશરને કારણે તમારી રક્તવાહિનીઓ (blood vessels) પર પણ ઘસારો પહોચશે, અને તેમાં કોલેસ્ટ્રોલ (cholesterol) એકઠું થવાની શક્યતા વધશે. આનો મતલબ એ કે જો તમે હાયપરટેન્શન (hypertension) થી પીડાતા હો અને ખુબ તળેલું કે એના સમાન ખોરાક (high-fat diet) લેતા હો તો તમારી હદય રોગની અથવા હુમલાની (heart-attack) શક્યતા ખુબજ વધી જાય છે. સામાન્ય રીતે શરીર થી હૃદય જતી રક્તવાહિનીઓ (coronary blood vessels) સંકટ સમયે પહોળી થતી હોય છે, જેથી તમારા હૃદયના કોશોને પુરતું લોહી અને ઓક્સીજન મળતું રહે. પણ જો તમે આ રક્તવાહિનીઓને ઘસારો પહોચાડો છો, તો તે સંકોચિત રહે છે, અને ખુબ ગંભીર પરિણામો આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.