દેખીતી રીતે લશ્કરી તાલીમ લેવામાં કોઈ મજાની વાત નથી. ૧૯૭૦ની ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન (New England Journal of Medicine) દ્વારા પ્રકાશિત શોધ થકી આપડે જાણી શકીએ છીએ કે કોઈ લશ્કરી તાલીમ લેતા પુરુષ-સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન (testosterone hormone) ખુબ નજીવા સ્તરે જોવા મળે છે – જાણે તે કોઈ નવજાત બાળક કેમ ના હોય. આવું કેવી રીતે બની શકે? તેનો જવાબ આગળ…
આ લેખ માં આપડે જાણીશું કે તણાવ (stress) ના કારણે પુરુષ પ્રજનન (male reproduction) પ્રક્રિયામાં શું અસર થાય છે. આપડે આગળના લેખોમાં વાંચ્યું એમ, ટૂંકા ગળાના તણાવ દરમ્યાન શરીર શુક્રાણુ કોષોના (sperm cells) નિર્માણ માં રોક રાખે તે વ્યાજબી વાત છે , કારણકે તે સમયે શરીરના બીજા અંગોને (જેમ કે હૃદય, મગજ, વગેરે) ઉર્જા અને પોષક તત્વોની વધારે જરૂર હોય છે. પણ જો કોઈ વ્યક્તિ લાંબા ગાળા માટે તણાવ અનુભવે, તો તેની ભારે કિંમત ચૂકવો છે. ફરી એક વાર આપડે હોર્મોન્સ (hormones) દ્વારા શરીરમાં થતા વાર્તાલાપ વિષે અને તણાવ દરમ્યાન આ વાર્તાલાપમાં કેવા ફેરફાર થાય છે તેના વિષે જાણીશું. પણ આ વખતે, આપડે પુરુષ પ્રજનનમાં એક મહત્વાનો ભાગ ભજવતા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનું (testosterone hormone) વિષે જાણીશું. પુરુષના મગદ દ્વારા થતો ટેસ્ટોસ્ટેરોન (testosterone)નો સ્ત્રાવ શુક્રપીંડ (testes)ને સક્રિય રહેવા માટે નો સંદેશો પહોચાડે છે. સ્ત્રી પ્રજનનની સરખામણીમાં પુરુષ પ્રજનનની પ્રણાલી વધારે સરળ હોય છે, કારણ કે સ્ત્રીઓમાં માસિક સક્રિયતા અને બીજા વિશેષ પરિબળોનું નિયંત્રણ કરવા માટે એક થી વધારે પ્રકારના સંદેશા અને લગતા કેન્દ્રોની જરૂર હોય છે. તેમ છતાં, પુરુષ પ્રજનન પણ તણાવની અસર પ્રત્યે સમાન સંવેદનશીલતા ધરાવે છે.
તણાવની હાજરીમાં લોહીમાં મળતા ટેસ્ટોસ્ટેરોન (testosterone)નું સ્તર નીચે જાય છે. સ્ત્રીઓ સમાન પુરુષોમાં પણ, તણાવની ગેરહાજરીમાં મગજ દ્વારા પ્રજનન ને લગતા હોર્મોન્સ (luteinizing hormones, follicle-stimulating hormones) શુક્રાણુ કોષોનું (sperm cells) ઉત્પાદન અને ટેસ્ટોસ્ટેરોન (testosterone)ના સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. અનેક અભ્યાસો દ્વારા નોધવામાં આવ્યું છે કે વિવિધ પ્રકારના પણ સતત તણાવની (long term, chronic stress) અસરમાં રહેતા પુરુષોના ટેસ્ટોસ્ટેરોન (testosterone)ના સ્તર સામાન્ય કરતા વધારે નીચા સ્તર પર જોવા મળે છે.
હવે તમે એમ વિચરતા હશો કે ટેસ્ટોસ્ટેરોન (testosterone)નું સ્તર ઓછુ થવા થી અંતે થાય શું? તો આશ્ચર્યજનક વાત એ છે, કે ટેસ્ટોસ્ટેરોન (testosterone) પોતે કોઈ અતિવિશેષ કાર્ય નથી કરતુ, અને તેને જરૂર કરતા વધારે મહત્વ આપવા માં આવે છે. તમને ટેસ્ટોસ્ટેરોન (testosterone)ના નીચા સ્તરની બહુ ઓછી આડઅસર જોવા મળશે, અને ખરેખર ગંભીર અસર તેવા સંજોગોમાં જ જોવા મળે છે જયારે તેનો સ્ત્રાવ સાવ નાબુદ થઇ જાય. પણ તો પછી તેને આટલું બધું મહત્વ કેમ આપવા માં આવે છે, અને આપડે કેમ એના વિષે ચર્ચા કરીએ છીએ? તો જાણવાની વાત એ છે કે તાણવ દરમ્યાન હોર્મોનના સ્તર નીચે જાય એમાં વાંધો નહિ, પણ તેના દ્વારા થતી નપુંસકતા (erectile dysfunction) એક મહત્વની સમસ્યા છે. સતત રહેતા તણાવને (long term, chronic stress) કારણે કોઈ પુરુષમાં શુક્રાણુ કોષોનું (sperm cells) ઉત્પાદન ઘટે છે અને પરિણામે તે નિર્વીર્ય (impotent – બાળક હોવાની શક્યતા ઘટવી) બની શકે છે. તણાવને કારણે પુરુષને શારીરિક ઉતેજના નથી થતી (erectile dysfunction) અથવા તો અકાળ વીર્ય સ્ખલન (premature ejaculation) થઇ શકે છે.
ઉતર-અમેરિકાના (North America) અંદાજીત આંકડા દર્શાવે છે કે આશરે ૬૦% જેટલા દર્દીઓ શારીરિક નહિ પણ માનસિક કારણો થી નપુંસકતાથી પીડાતા હોય છે. સ્ત્રી અને પુરુષ પ્રજનન પ્રણાલી તણાવની અસર પ્રત્યે બીજા અંગો કરતા વધારે સંવેદનશીલતા ધરાવે છે, અને તે તણાવ શારીરિક અથવા માનસિક પણ હોઈ શકે. આ તણાવ ટૂંકા ગાળા માટે કદાચ યોગ્ય હશે, પણ લાંબા ગાળા માટે કોઈ વ્યક્તિની તંદુરસ્તીમાં ખલેલ પહોચાડી શકે છે. આગળના લેખોમાં આપડે જાણીશું કે શારીરિક તણાવ ની માનસિક અસર કેવી રીતે થાય છે. ઉપરાંત વ્યક્તિગત વૈવિધ્ય ને કારણે કેમ કોઈ વ્યક્તિ તણાવ નો સામનો સરળતા થી કરી શકે છે, અને કેમ બીજા લોકો ને આ તણાવ સામે વધારે શ્રમ વેઠવો પડે છે. છેલ્લે બે એવા પ્રકરણ છે, જેમાં તણાવની આડઅસરો થી કેવી રીતે બચવું તેના વિષે વાત કરીશું. હજુ આશાવાદ માટેના ઘણા કારણો છે.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવ અને પુરુષ પ્રજનન – stress and male reproduction”