મગજમાં રહેલ આગલા ભાગનું આવરણ (frontal cortex of the brain) વિવિધ અટપટા કાર્યોમાં જોડાયેલ હોય છે, જેમાં તે આપણને રોજીંદા જીવનમાં યોગ્ય વર્તન, વ્યવસ્થા અને વ્યૂહરચની સુજ અને ગોઠવણીમાં મદદ કરે છે. તે આપણને અઘરા પણ સાચા રસ્તે લઇ જવા માટે જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ ને ત્યાં જમવા ગયા હો, અને જમવામાં કોઈ ભલીવાર ના હોય અને તમે કલ્પના પણ ના કરી શકો એટલું ખરાબ ખાવાનું મળે, તે સમયે મગજનો આ જ ભાગ આપણને બોલાવડાવે કે “એકદમ સ્વાદિષ્ટ ભોજન છે.. મજા પડી ગઈ”. આમ તે આપણને જાહેરમાં સભાનતા અને મર્યાદા પુરી પાડે છે.
વિવિધ પ્રાણીઓ જેમ કે ઊંદર અને વાંદરાની પ્રજાતિઓમાં જોવા મળ્યું છે કે અતિશય પ્રમાણ માં થતા ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સ (stress-hormones) ના સ્ત્રાવને કારણે ચેતાકોશો (neurons) મૃત્યુ પામે છે (ખાસ કરીને હિપ્પોકેમ્પસ-hippocampus માં રહેતા ચેતાકોશો). હવે તરતજ આપણે વિચારીશું કે શું આવું મનુષ્યોમાં પણ જોવા મળે છે? કે સતત તણાવમાં રહેવાને કારણે શું મનુષ્યોના હિપ્પોકેમ્પસ-hippocampus માં રહેતા ચેતાકોશો (neurons) મૃત્યુ પામે છે? આ પ્રકારના મોટા ભાગના અભ્યાસ મનુષ્યોમાં નૈતિક કારણોના લીધે કરવા અઘરા છે, પણ હવે ટેકનોલોજીની (brain-imaging technology) સહાય દ્વારા આપણે મગજના કાર્યરત ભાગો વિષે માહિતી મેળવી શકીએ છીએ.
સંધિવા (arthritis) અથવા સ્વયંપ્રતિરક્ષા રોગ (autoimmune disorder)થી પીડાતા દર્દીઓને કુત્રિમ રૂપે ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) આપવામાં આવે છે, અને અમુક દર્દીઓમાં આડઅસર રૂપે ગ્લુકો-કોર્ટીકોઈડની(glucocorticoids) માત્રા આધારિત યાદશક્તિ ગુમાવાની શક્યતામાં વધારો જોવા મળે છે. બીજો કિસ્સો તે દર્દીઓનો છે જે કુશિંગના સિન્ડ્રોમ (Cushing’s syndrome)થી પીડાતા હોય છે, જેમનામાં કુદરતી રૂપે ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids)ના સ્ત્રાવમાં અતિશય વધારો જોવા મળે છે. આ દર્દીઓમાં પણ યાદશક્તિ ગુમાવાના કિસ્સા નોધવામાં આવ્યા છે. આ ઉપરાંત લેબોરેટરીમાં થતા અભ્યાસો દ્વારા નોધાયું છે કે તણાવ ઓછો કરવામાં આવે તો ચેતાકોશો (neurons) વધારે લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને તેમની વચ્ચે ના જોડાણો ફરીથી સ્થપાય છે. વર્તમાન અભ્યાસો દ્વારા નોધાઇ રહ્યું છે કે હિપ્પોકેમ્પસ (hippocampus) ની નિષ્ક્રિયતા અને માનિસક હતાશા (depression) વચ્ચે ખુબ નજીકનો સંબંધ છે. આઘાત પછી રહેતા તણાવ ને કારણે થતી સમસ્યા (post traumatic stress disorders) થી પીડાતા દર્દીઓમાં પણ નોધાયું છે કે તીવ્ર અને ગંભીર આઘાત (શારીરિક અથવા માનિસક આઘાત) તેટલીજ તીવ્ર અને ગંભીર માનસિક બીમારીઓ સાથે સંકળાયેલ છે – જેમ કે યાદશક્તિ પર અસર પડવી.
આપણું મગજ બસ કોઈ નવી વસ્તુ શીખવા અને યાદ રાખવા માટે જ જવાબદાર નથી. પણ તે આપણને રોજીંદા જીવનમાં યોગ્ય વર્તન, વ્યવસ્થા અને વ્યૂહરચની સુજ અને ગોઠવણીમાં મદદ કરે છે. આ વિશેષ કર્યો માટે મગજમાં રહેલ આગલા ભાગનું આવરણ (frontal cortex of the brain) જવાબદાર છે. તે બીજા પ્રાણીઓ ના મગજની રચનાની સરખામણીમાં મનુષ્યના મગજનું સોથી નવું અને રસ્સ્પ્રદ ભાગ છે. મગજના આ ભાગને પુખ્ત થતા, બીજા ભાગો કરતા વધારે સમય લાગે છે, અને કોઈ વ્યક્તિમાં આશરે ૨૫ વર્ષની ઉમર સુધી તે વિકાસ પામે છે. આ વાત પરથી આપણે યુનિવર્સીટી કેમ્પસમાં થતા ઇવિધ વાર્તાનો સમજી શકીએ છીએ. અને તે અમેરિકન સુપ્રીમ કોર્ટના (U.S. Supreme court) કાયદાને પણ આધાર આપે છે જેમાં ૧૮ વર્ષ થી નીચે ના વ્યક્તિને મૃત્યુદંડની સજા નથી આપી શકાતી. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકામાં નોંધપાત્ર પ્રમાણમાં મૃત્યુ-પંક્તિના કેદીઓના (death row inmate) મગજના આ આવરણમાં (frontal cortex of the brain) તીવ્ર-આઘાત થયો હોય તેમ જોવા મળે છે. તો તણાવને કારણે મગજના આ આવરણમાં (frontal cortex of the brain) શું ફેરફાર થતા હશે? – જવાબ છે કે ‘ઘણા બધા’! શરીરના વિવિધ અંગોની સરખામણીમાં મગજના હિપ્પોકેમ્પસ (hippocampus) અને આ વિશેષ આવરણમાં (frontal cortex) ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids)નું ગ્રહણ કરવાની ક્ષમતા ખુબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે મગજના આ બે ભાગ ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids)ના સ્ત્રાવ સામે સોથી વધારે સંવેદનશીલતા દર્શાવે છે. તેથી સતત તણાવથી (long term, chronic stress) પીડાતા લોકોમાં મગજને વધારે ગંભીર અસર થઇ શકે છે. નવા સંશોધનો એ પણ દર્શાવે છે કે તણાવની દુર રહેવાને પરિણામે ચેતાકોશો (neurons) ફરી પાછા સ્વસ્થ સ્થિતમાં આવી શકે છે અને તેમની વચ્ચે ના જોડાણો ફરીથી સ્થપાય છે. પણ હજુ આપણે એ સમજી નથી શક્યા કે શું આ નવા જોડાણો શું પહેલા જેવી સ્વસ્થ કાર્યક્ષમતા ધરાવે છે?
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવ આવેગ અને નિર્ણય ક્ષમતા – stress impulse control and judgement”