આગળ વાંચ્યું એમ ડીપ્રેશન થી પીડાવુ એ કોઈ વ્યક્તિ માટે કદાચ જાણે સોથી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થવા બરાબરની અનીભુતી હોઈ શકે, અને તેનું કારણ છે તેનું રોગલક્ષણ. વિચારો કે કોઈ વ્યક્તિ કેન્સરથી પીડાતી હોય, તો ઘણા કિસ્સામાં તે દર્દી પાસેથી એવું સંભાળવા મળશે કે “મારે કોઈ મરવાની ઈચ્છા નથી, અને હું નથી ઈચ્છતો કે કોઈ ને પણ કેન્સર થાય, પણ આ રોગ થવાને કારણે મને સમજાય છે કે મારા માટે મારો પરિવાર કેટલો મહત્વનો છે અને મને મારા મિત્રો પાસે અને ઈશ્વર પાસેથી ખુબ પ્રેમ મળ્યો છે”. મનુષ્યો પાસે આ વિશષ શક્તિ છે જેમાં તે અંધકાર ભર્યા સમયમાં પણ આનંદ અને પ્રકાશનું સર્જન કરી શકે છે. અને ડિપ્રેશનમાં બસ આજ આનંદ અનુભવવાની અદ્ભુત ક્ષમતા તે દર્દી ખોઈ બેસે છે.
દુનિયાભરમાં આશરે ૨૬.૪ કરોડથી પણ વધારે લોકો ડીપ્રેશન થી પીડાય રહ્યા છે. તેનું મુખ્ય લક્ષણ છે – ઉદાસીનતા (anhedonia), અથવા અનાદ અને ખુશ રહેવાની અસમર્થતા. ડીપ્રેશનથી પીડાતા ઘણા વ્યક્તિઓ એ હદે દુખ અને દોષ અનુભવતા હોય છે કે તેઓ જીવન અને સમાજ વિષે પોતાના અભિપ્રાય અને સાચી સમજણ ગુમાવી દેતા હોય છે. ડીપ્રેશનથી પીડાતા વ્યક્તિઓ પોતાની જાતને પણ હાની પહોચાડતા હોય છે અથવા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ઘણા વ્યક્તિઓ સમાજથી વિખુટા પડતા જાય છે, તેમની નિંદ્રામાં ફેરફાર જોવા મળે છે અને તેમની પ્રેમની અભિલાષામાં (libido – sexual drive) પણ શમન થાય છે. આ દર્દીઓનો ખોરાક, માનસિક અવસ્થા, મગજની કાર્યશીલતા, અને પાચનમાં ફેરફાર નોધી શકાય છે. ખાસ કરીને તેમના શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ (stress) ને લગતા હોર્મોન્સ (hormones) નું પ્રમાણ વધારે જોવા મળે છે. ઉપરાંત એક વિશેષ પ્રકારના ડીપ્રેશનમાં વ્યક્તિઓ માત્ર શિયાળામાં જ ઉદસીનતા અનુભવતા જોવા મળે છે, અને બાકી ના સમયમાં સ્વસ્થ રહે છે. આ બધા પુરાવા દર્શાવે છે કે ડીપ્રેશન માત્ર માનસિક નહિ, શારીરિક બીમારી પણ છે.
ડીપ્રેશનની હાલતમાં ચેતાતંત્ર અને મગજ વચ્ચેના સંવાદમાં રસાયણિક ફેરફારો જોવા મળે છે. ખુબ સરળ રીતે સમજીએ તો નોરએપીનેફ્રીન (norepinephrine) નામ ના હોર્મોન (hormone) ને કારણે ચેતાતંત્ર અને મગજ જાગૃત અને કાર્યશીલ રહેતું હોય છે – પણ તેની ગેરહાજરીમાં ચેતાતંત્ર ની સક્રિયતા ધીમી પડતી જાય છે – અને બધાજ શારીરિક કર્યોમાં થાક અનુભવાય છે. તેમજ સેરોટોનીન (serotonin) અને ડોપામીન (dopamine) નામના હોર્મોન (hormone) ની અછતને કારણે વ્યક્તિમાં ઉદાસીનતા ભર્યો સ્વભાવ જોવા મળે છે – જે દરમ્યાન તે વ્યક્તિ જૂની દુઃખભરી યાદોમાં, અથવા દોષ અનુભવવામાં વિસરી જાય છે. ઉપરાંત મગજમાં રહેલ આગલા ભાગનું આવરણ (frontal cortex of the brain) વિવિધ દુખ ભર્યા વિચારોને પ્રેરતા સંદેશ મગજના બીજા ભાગોમાં મોકલે છે અને તે વ્યક્તિને જાણે કોઈ સચ્ચા તણાવ માંથી પસાર થતા હોય તેવી અનુભૂતિ આપે છે. આપણે આમ જાણી શકીએ છીએ કે ડીપ્રેશન શારીરક પરિબળો પર પણ આધાર રકે છે. આગળ વાંચશું કે માત્ર શારીરિક પરિબળોને કાબુ કરવાના પ્રયત્નોને બદલે માનસિક પરિબળો પર પણ ધ્યાન આપવું જરુરી છે, ખાસ કરીને તેવા સમયમાં જયારે આપણે કોઈ વ્યક્તિને મદદરૂપ થવા ઈચ્છતા હોઈએ.
પુરુષો અને સ્ત્રીઓની સરખામણીમાં, દર વર્ષે સ્ત્રીઓ ને બમણા પ્રમાણમાં ડીપ્રેશન નોધાય છે. આવું કેમ? એક કારણ છે પુરુષોમાં ડીપ્રેશન દરમ્યાન ડોક્ટર દ્વારા કયું નિદાન આપવામાં આવે છે – જેમાં મોટા ભાગે પુરુષો જયારે ડીપ્રેશનથી પીડાતા હોય છે ત્યારે સ્ત્રીઓની સરખામણીમાં દવા-દારૂના માધ્યમે સ્વ-ઉપચાર વધારે પ્રમાણમાં કરતા હોય છે. આમ પુરુષો નું વર્ગીકરણ કોઈ ડીપ્રેશનના દર્દી ને બદલે એક મધપાન નું સેવન કરતા વ્યક્તિ તરીકે કરવા માં આવે છે. તેમ છતાં સ્ત્રીઓમાં ડીપ્રેશન થવાની શક્યતા સમય આધારિત પણ હોય છે – જેમાં બાળકને જન્મ આપ્યા બાદના ૨ અઠવાડિયા દરમ્યાન, મેનોપોઝ (menopause) દરમ્યાન, અને માસિક ધર્મ દરમ્યાન વધારે જોવા મળે છે. થાઈરોઈડ હોર્મોન (thyroid hormone) (જે આપણા શરીરમાં પાચન પ્રક્રિયા માટે સક્રિય હોય છે) ના સ્તર સામાન્ય કરતા નીચે જોવા મળે ત્યારે પણ ડીપ્રેશન ની શક્યતા વધી શકે છે. તણાવ માંથી પસાર થતા વ્યક્તિઓને ડીપ્રેશનની થવાની શક્યતા વધારે હોય છે, અને સ્વયંપ્રતિરક્ષા રોગ (autoimmune disorder)થી પીડાતા દર્દીઓને કુત્રિમ રૂપે જયારે દવા તરીકે ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) આપવામાં આવે છે, ત્યારે તેમને ડીપ્રેશન થવાની શક્યતામાં પણ વધારો જોવા મળે છે.
સિગમંડ ફ્રોઈડ (Sigmund Freud) ડીપ્રેશનને શોક અને ઉદાસીનતા માં વીભાજીત કરે છે – જેમાં શોક એક પ્રતિક્રિયા રૂપી ટૂંક સમય માટેનું ડિપ્રેશન છે અને ઉદાસ્નીતા એક રોગ સ્થિતિના સ્તરનું ડીપ્રેશન છે. આપણે વાંચ્યું એમ માનસિક તણાવ અભિવ્યક્તિના સાધનોની ઉણપને કારણે, જીવન નિયંત્રણના આભાસની વંચિત હોવા ને કારણે અને સામાજિક સહકાર નો અભાવ હોવાને કારણે થાય છે. ઉદાસીનતા આ પરિસ્થિતિનો એક અંતિમ પ્રકાર છે. કોઈ બાળક નાની ઉમરમાં જો પોતાના માં-બાપ ને ગુમાવી દે છે, તો તે જીવનકાલ દરમ્યાન ડીપ્રેશનના જોખમ માં રહે છે. કારણકે બાળપણમાં ઉછેર દરમ્યાન બાળક શીખે છે કે કઈ વસ્તુ અથવા પરિસ્થિતિ તેના કાબુમાં છે અને કઈ કાબુની બહાર છે. અને આ પરિસ્થિતિમાં અચાનક બાળકને અનુભૂતિ થાય છે કે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ કાબુની બહાર હોય છે અને ઉપરાંત ખુબ ક્રૂર પણ હોય છે. આવા અનુભવોથી બાળકનું મન ડીપ્રેશન માટે પ્રેરાય છે. પરિણામે તે બાળક એવા તણાવ સામે પણ નિષ્ક્રિય બને છે અને ઉદાસીનતા દર્શાવે છે જેની વિરુદ્ધ તે ખરેખર લડવાની ક્ષમતા ધરાવે છે – આ પરિસ્થિતિને learned helplessness (પ્રશિક્ષિત લાચારી) તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આપણે સમજી શકીએ છીએ કે ડીપ્રેશન દરમ્યાન શારીરિક અને માનસિક પરિબળો પર પણ ધ્યાન આપવું જરુરી છે, ખાસ કરીને તેવા સમયમાં જયારે આપણે કોઈ વ્યક્તિને ખરેખર મદદરૂપ થવા ઈચ્છતા હોઈએ.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવ અને ડીપ્રેશન – Stress and depression”