અત્યાર સુધીના બધાજ લેખોમાં આપણે બસ ખરાબ સમાચારો જ વાંચતા આવ્યા છીએ. હવે તો આપણને આશ્ચર્ય એમ થતું હશે કે આપણે કેવી રીતે આમ સામાન્ય જીવન વિતાવી શકીએ છીએ. આપણે બધાજ કેમ જીવનથી થાકીને હારી નથી ગયા? આપણે સમજીએ છીએ કે અમુક વ્યક્તિઓ તણાવ નો સામનો વધારે સક્ષમતા થી કરી શકે છે અને અન્ય લોકો માટે તે કરવું ખુબ અઘરું છે. તો આપણે જોઈએ કે આ વિશેષ વ્યક્તિઓ તનાવનો સામનો કરવા માટે એવું તો કયા વિશેષ કાર્યક્રમ કરે છે.
સોથી પહેલો પ્રશ્ન એ થાય કે તંદુરસ્ત વૃધ્ત્વ તરફ કેવી રીતે જવાય? – તો જવાબ છે કે એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવી ને, એમાં ધુમ્રપાન ન કરવું, અથીશય વજન ન અધારવું, રોજીંદા કસરત કરવી, વેગેરે. આ વાત એકદમ સીધી અને સરળ છે. પછી આવે છે કે એક તંદુરસ્ત લગ્ન જીવન વિતાવવું, કારણકે તે કોઈ વ્યક્તિના સામાજિક સંબંધ અને સહકાર માટે ખુબ આવશ્યક પરિબળ છે. આગળ વાંચ્યું એમ ડીપ્રેશનની પરિસ્થિતિ થી દુર રહેવા નો પ્રયત્ન કરવો, બહિર્મુખી વ્યક્તિત્ત્વ ધરાવવું, મિત્રો બનાવવા, અને સામાજિક આદર મેળવવો.
આ વાંચીને કદાચ તમને એમ થાય કે આ જાણીને શું ફાયદો? આપણી પાસે ડીપ્રેશનમાં ના જવા માટે નો ઉપચાર વિકલ્પ કદી નથી હોતો, એમજ બાળપણમાં આપણી સાથે યોગ્ય વર્તન અને ઉછેર મેળવવો પણ આપણા હાથમાં નથી. તો આપણે જે માહિતી મેળવી તેનો ફાયદો શું? – તો જવાબ છે કે બધાજ વ્યક્તિઓ પરિવર્તન પામવા માટે વિવિધક્ષમતા ધરાવે છે, અને પોતાનું વ્યક્તિત્વ બદલી શકે છે. જેમ કે સતત પીડા અનુભવતા દર્દીઓને (chronic pain patients) જયારે દવાનો સ્વ-ઉપચાર કરવાની ચૂત આપવામાં આવી તો નોધવામાં આવ્યું કે તે દર્દીઓ પીડા હોવા છતાં ઓછી વાર દવા લેતા હતા. આમ સંશોધન દ્વારા નોધવામાં આવ્યું હતું કે વ્યક્તિગત પરિવર્તન દ્વારા નિયંત્રણ, અભિવ્યક્તિ ના સાધન, અને સ્વતંત્રતા મેળવી શકાય છે. તેમજ વિરુધ દિશામાં એ પણ નોધવામાં આવ્યું છે કે દર્દીઓને નિયંત્રણ અને અભિવ્યક્તિના સાધનો થી દુર રાખવામાં આવે તો તેમની તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે.
અહી આપણે એ સમજવાની જરૂર છે કે આશા એક મહત્વનું માનિસક પરિબળ છે જેના દ્વારા દર્દીઓને પ્રોત્સાહન આપી શકાય છે. પણ યાદ રાખવાની વાત એ છે કે આ આશા ખોટી અને ગેરવાજબી ન હોવી જોઈએ કારણકે તે દર્દીને વધારે નુકસાન પહોચાડી શકે છે. આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ ઉપચારો બે-ધારી તલવાર જેવા હોય છે જેની યોગ્ય અસર સારી હોય પણ અનિશ્ચિત અસર ખરાબ પણ હોઈ શકે છે. આવતા અને અંતિમ લેખમાં જોઈશું કે તણાવ સામેનો આપણ અભિગમ કેવી રીત નો હોવો જોઈએ જેથી આપણે પોતાની જાત ને અને સ્વજનોને તેના આડઅસર થી બચાવી શકીએ.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવ સામે જીતવું કેવી રીતે – Successful Stress-management”