Inspiring picture right? 🙂 A picture tells quite a handful about the time/society it was taken – almost like an archaeological analysis. Wikipedia says that the 5th-Solvay Conference might perhaps be the most famous conference, held from 24 to 29 October 1927, where the world’s most notable physicists met to discuss the newly formulated quantum theory. The leading figures were Albert Einstein and Niels Bohr. 17 of the 29 attendees were or became Nobel winners, including Marie Curie, who alone among them, had won Nobel Prizes in two separate scientific disciplines. However, I would like to comment on something that is between the lines, or lets say, between the pixels of this historical image.
🙂 એક પ્રેરણાદાયી છબી છે ને આ …. કોઈ જુનો ફોટો હાથ માં આવે તો તે સમયના સમાજ અને કાળ વિષે થોડી માહિતી થાય. Wikipedia કહે છે કે પાંચમી સોલ્વે કોન્ફરન્સ (5th-Solvay Conference) કદાચ તે સમય ની સોથી વધારે જાણીતી-અને-ચર્ચિત કોન્ફરન્સ રહી હશે. ૨૪ થી ૨૯ ઓક્ટોબર ના રોજ ‘દુનિયા‘ ના માનીતા ભોતિક વિજ્ઞાનીકો ‘ક્વોન્ટમ થિયરી’ (quantum theory) ની ચર્ચા માટે ભેગા થયા. આ સભામાં આઇન્સ્ટાઇન, નેઇલ્સ બોહર જેવા અગ્રણી વૈજ્ઞાનિકો શામિલ હતા. ૨૯ માંથી ૧૭ વૈજ્ઞાનિકો નોબેલ પારિતોષિક ના હકદાર રહી ચુક્યા હતા – કે પછી ભવિષ્ય માં બનવાના હતા. આ વર્તુળમાંના એકમાત્ર મહિલા વૈજ્ઞાનિક હતા – મેડમ મેરી ક્યુરી, જે ૧૯૦૩ અને ૧૯૧૧ માં બે વાર નોબેલ પારિતોષિક મેળવનાર એકમાત્ર વૈજ્ઞાનિક પણ હતા.
All of the scientists present were either of American (Dr. I. Langmuir) or European (everyone else) origin. No person of color present (as demonstrated by the ‘color’ photo), so in terms of diversity, this conference was a good representation of the inclusion criteria during 1927 (even among the most brilliant minds) – irony, eh. Especially considering the fact that Langmuir could cross the Atlantic ocean to participate in the conference.
સભામાં શામેલ બધા વૈજ્ઞાનિક અમેરિકન (Dr. I. Langmuir) અથવા તો યુરોપિયન (બાકીના વૈજ્ઞાનિક) હતા. ફોટામાં રહેલ બધા લોકો ‘ગોરા’ હતા – આ વાત ‘ક્લર’ ફોટામાં સ્પષ્ટ થાય છે. મતલબ, વિવિધતાના માપદંડે આ ‘મહાન’ બુદ્ધિજીવિયો ની સભા થોડી નિષ્ફળ ગઈ – ખાસ કરીને એ યાદ રાખીએ કે Dr. I. Langmuir એટલાન્ટીક મહાસાગર પાર આ સભામાં જોડાવા આયા હતા.
Many of them did not receive a Nobel prize (12 guys did not or would not win one). Marie Curie was the only lady, but also was the only one to have 2 Nobel prizes already in 1903 and 1911 (a long time before 1927 when this conference was held). So the requirements for inclusion of women scientists was set quite high as compared to men. I wonder if she would be in this picture if she would have done the same research but not won the Nobel prize, or was not of Polish-French origin?
આ ફોટામાં રહેલ ૧૨ પુરુષ-વૈજ્ઞાનિકો ને નોબેલ પારિતોષિક તેમના જીવનકાળ દરમિયાન મળવા થી રહ્યું. માદામ ક્યુરી એક માત્ર મહિલા વૈજ્ઞાનિક હતા, તે ઉપરાંત એક માત્ર વ્યક્તિ હતા જેમને બે વાર નોબેલ પુરસ્કાર આપવામાં આયો. આ દર્શાવે છે કે મહિલા વૈજ્ઞાનિકો ને સભામાં શામિલ કરવાના માપદંડો ખુબ ઊંચાં હશે. મને પ્રશ્ન એ થાય છે કે જો ધારો કે આપડે માદામ ક્યુરીનું યોગદાન યથાવત રાખીએ, અને તેમને નોબેલ પુરસ્કાર થી ના બીરાદીયે તો શું તે આ સભામાં શામિલ હોત ? અથવા જો તે ‘પોલીશ-ફ્રેંચ’ મૂળના ના હોત, તો શું તે આ સભામાં શામિલ હોત ?
Moreover, this was a time when Marie Curie’s name was not even considered for a Nobel prize, even for her own work (to read more). It is rightly said that a picture speaks more than a thousand words… Current times have improved greatly and we look forward to a even better future.
આ ઉપરાંત, શું તમને એ જાણીને નવાઈ થાય કે માદામ ક્યુરી ને આપડે જે શોધ માટે ઓળખીએ છીએ, અને યાદ કરીએ છીએ, તેના માટે તેમનું જ નામ નોબેલ પારિતોષિક માટે ગણવામાં નોતું આયુ ? (વધારે માહિતી માટે). કોઈ એ સાચુજ કહ્યું છે કે એક છબી શબ્દો થી વધારે બોલે છે… હાલનો સમય ઘણો સુધર્યો છે, અને થોડી આશા બાંધે છે.