કોઈ નવજાત ઊંદરના બચ્ચા ને તમે તેના જીવન ના પહેલા એક-બે મહિના માટે રોજ ઉચકો અને તમારી સાથે પાંચ-એક મિનીટ માટે રમાડો તો તેને આની ટેવ પડશે. આશ્રયની વાત એ છે કે બસ આ નાની-અમથી રમત ને કારણે તે ઊંદર જયારે પુખ્ત વાયનું થશે ત્યારે તેના શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ (stress) ને લગતા હોર્મોન્સ (hormones) નું ઓછુ સ્તર જોવા મળશે. ઉપરાંત તે ઊંદરની યાદશક્તિ બીજા ઉંદરો કરતા તીવ્ર હશે, અને તેની શીખવાની ક્ષમતા પણ વધારે હશે. વૃદ્ધ-અવસ્થામાં પણ તે ઊંદરની માનસિક અને મગજને લગતી કાર્યશક્તિ લાંબા સમય સુધી પ્રબળ જોવા મળશે.
આ વાંચતાની સાથેજ તમે એવું વિચારતા હશો કે તણાવ ને બાળકના ઉછેર અને માનસ સાથે શું સંબંધ? અહી અગત્યની વાત યાદ રાખવાની એ છે કે બાળક નો ઉછેર જન્મે ત્યારે નહિ પણ તે ગર્ભમાં હોય ત્યાર થી જ શરુ થઇ જાય છે. પર્યાવરણની અસર બાળક જન્મે ત્યારે નહિ પણ તે ગર્ભમાં હોય ત્યાર થીજ શરુ થઇ જાય છે. તો તમે એમ વિચારશો કે ગર્ભમાં પર્યાવરણ કેવું હોય? તો તેનો આધાર બાળકની માતા તે સમયે શું અનુભવે છે તેના પર રહે છે. કારણકે બાળક અને માતા વચ્ચે એક અતુટ સંબંધ ગર્ભમાં જ શરુ થઇ જાય છે – જ્યાં બાળક અને માતાની રુધિરાભિસરણ પ્રણાલી (circulatory system) સહભાગી હોય છે, જેથી માતાના લોહીમાં રહેતા બધાજ તત્વો (જેમ કે ઓક્સીજન (oxygen), પોષક તત્વો (nutrients), હોર્મોન્સ (hormones)) બાળક ને અસર કરી શકે છે. તેથી જ માતાના શરીરમાં થતા બધાજ ફેરફારની અસર ગર્ભમાં રહેલ બાળક ના ઉછેર પર સ્વાભાવિક રીતે જોઈ શકાય છે.
એક ગર્ભ તરીકે તણાવ અનુભવવો તે સારી વાત નથી. એક સીધી અસર તે બાળકના શારીરિક લક્ષણો અથવા ગુણો પર પડી શકે છે – જેમ કે ગર્ભમાં વધારે તણાવ અનુભવતું બાળકનું જન્મ સમયે વજન સામાન્ય સ્તર કરતા ઓછુ જોવા મળે છે. બીજી અસર થોડી બારીક પણ મહત્વની હોય છે – જેમાં એક ગર્ભ તરીકેના તમારા અનુભવો તમારા શરીરમાં કાયમી ફેરફાર કરશે અને પુખ્થ વયેના તમારા વર્તન અને તણાવ સામેના પ્રતિભાવ પર અસર કરશે. આ પરિસ્થિતિ ને ગર્ભમાં શરુ થતા પુખ્થ વયના રોગો (fetal origins of adult disease) તરીકે ઓળખવા માં આવે છે.
બાળકના જન્મ બાદ પણ સતત રહેતા તણાવની ખરાબ અસર તે બાળકના માનસ અને ઉછેર પર જોઈ શકાય છે. જો કોઈ બાળક સતત તણાવ અનુભવતું હોય તો તેના શરીરમાં પણ ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) વધારે પ્રમાણ માં જોવા મળે છે, અને પુખ્ત વયે તે વ્યક્તિ પોતાના લોહીમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) ના માપનું નિયમન નથી કરી શકતા. જેથી તણાવની ગેરહાજરીમાં પણ તે વ્યક્તિનું શરીર કોઈ તણાવ અનુભવતું હોય તેવી રીતે વર્તે છે. આની આડઅસર તે વ્યક્તિની યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર પણ થઇ શકે છે. ઉપરાંત તી વ્યક્તિ બેચેની, ઉગ્રતા, અને આવેગશીલ પ્રતિભા દર્શાવા ની શક્યતા માં પણ વધારો જોવા મળે છે.
આ થઇ બાળકની વાત. બીજી બાજુએ માતા દ્વારા કરવામાં આવેલ ઉછેર પણ તણાવ સામે સક્ષમ અથવા નબળો પ્રતિભાવ આપવા માટેનું એક મહત્વ નું પરિબળ હોય છે. માતા દ્વારા બાળકના ઉછેરની શૈલી ખુબ મહત્વનું પાસું ભજવે છે, જેના પુરાવા વૈજ્ઞાનિકો એ ઊંદર થી લઇ ને વિવિધ પ્રકારના વાનરો અને વ્યક્તિઓમાં નોધ્યા છે. આનો મતલબ કે જન્મ પહેલા ગર્ભમાં મળતું પર્યાવરણ અને જન્મ પછી માતા દ્વારા મળતો ઉછેર, બાળક ના મગજ અને હોર્મોન્સ (brain and hormones) ને એક ચોક્કસ માર્ગદર્શન પૂરૂ પાડે છે. અહિયાં ગૌણ અથવા બારીક ગણાતા તણાવની પણ અસર નોધ-કારક રીતે જોવા મળે છે.
તમે વિચારતા હશો કે જો બસ ત્રણ-ચાર મિનીટ માટે બાળક ગર્ભમાં કોઈ તણાવ અનુભવે તો શું તે તેની ભોગવાઈ ભરતું હશે? તો જવાબ છે – ના, વ્યક્તિગત વિભીન્ન્તા ને કારણે અલગ-અલગ લોકોમાં અલગ-અલગ અસર જોવા મળે છે. ઉછેર દરમ્યાન અનુભવવાતો તણાવ એ વાતની ખાતરી નથી પૂરી પાડતો કે તની આડઅસર જરૂરી રીતે નોધી શકાય. બીજા સારા સમાચાર એ છે કે જો આડઅસર થાય તો તે જરૂરી નથી કે તે કાયમી ધોરણે કોઈ વ્યક્તિને નુકસાન પહોચાડે, કારણકે આપડું શરીર વિવિધ પરિબળો સામેની અનુકુળતા માટે એક અસાધારણ ક્ષમતા ધરાવે છે.
૧૯૯૪માં હોલેન્ડ જયારે જર્મની અને નાઝી ના કાબુમાં હતું ત્યારે મોટી સંખ્યા માં ત્યાના વતનીઓને ભૂખ્યા રાખવામાં આવયા હતા. પોષક તત્વોની ઉણફ અને ખાવાની ગેરહાજરીને કારણે તે વ્યક્તિઓના શરીર ખોરાકના સંગ્રહ માટે વધારે અને વધારે ટેવાતા ગયા. આશ્ચર્યની વાત એ છે, કે ભૂખ (એક તણાવ) સામે ની આ શારીરિક ટેવ માતાના ગર્ભ અને તેના પછી ની પેઢીઓ માં પણ જોવા મળી. જેમાં તે ભૂખી રહેતી માતાઓ તો ઠીક, પણ ખોરાકની હાજરી માં પણ તેમના બાળકો, અને છેક ત્રીજી-પેઢીના પૌત્રોના શરીર ખોરાક ના સંગ્રહ માટે વધારે ટેવાયેલા હતા. આ બાળકો અને પૌત્રોને Dutch Hunger Winter Babies તરીકે ઓળખવામાં આવે છે.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
2 thoughts on “તણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb”