યુવાની માં તણાવ સામે લડવાનો શ્રેષ્ઠ રસ્તો તણાવને દુર કરવાનો હોય છે, પણ વૃદ્ધ અવસ્થામાં સાચો માર્ગ તણાવને સ્વીકારવાનો અને તેની સાથે તાલબદ્ધ થવાનો હોય છે. આ એક ખુબ મહત્વનો ફેર છે, જેને આ વાક્ય દ્વારા બરોબર સૂચવવામાં આવ્યો છે “વાવાજોડા સામે મને ઘાસનું એક પત્તું બનવા દો, અને અડગ દીવાલો સામે પવનની લહેર”
આ લેખ-માળા ના અંતે આપણે જાણીશું કે તણાવને લગતી વિવિધ માહિતી મેળવ્યા બાદ આપણે તેને પોતાના જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ. તો સોપ્રથમ આપણે રોજ કસરત (exercise) કરી શકીએ, જેનાથી હૃદય રોગ, મગજને લગતી નબળાઈ, અને સમજશક્તિ ની નબળાઈ થી બચી શકીએ છીએ. જો આપણા શરીરમાં તંદુરસ્ત લોહી પરીબ્રહમણ ચાલતું રહેશે તો આપણા મગજ સુધી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને ઓક્સીજન પહોચ્યા કરશે અને પરિણામે મગજ તંદુરસ્ત રહેશે. કસરતના કારણે નવા ચેતાકોશો નું પણ સર્જન થતું હોય છે અને બધા ચેતાકોશો વચ્ચેનો સંપર્ક પણ તંદુરસ્ત રહેતો હોય છે. કસરત ની બાબતમાં એક વાત એ ધ્યાનમાં રાખવી કે વધુ પડતી કસરત હાનીકારક હોય છે, તેથી માપસર પણ રોજીંદી કસરત કરવી જોઈએ. આપણે આગળ વાંચ્યું એમ અતિશય કસરત પ્રજનન તંત્રને નબળું પાડી શકે છે. અઠવાડિયાના અંતે અથવા ૨-૩ દિવસ કસરત કરવી પુરતી નથી કારણકે આપણે તણાવ રોજ અનુભવતા હોઈએ છીએ. અને કસરત મન-મરજી થી અને સ્વેચ્છાથી કરવી નહિ તો કસરત પોતે જ એક તણાવનું કારણ બની જશે.
કસરત ઉપરાંત, રોજ ધ્યાન ધરીને બેસવાની (meditation) પણ ટેવ પાડવી જોઈએ. આમ કરવાથી હૃદય ના ધબકારાની ગતિ ધીમી પડતી હોય છે, બ્લડ-પ્રેશર સામાન્ય થતું હોય છે, અને આશ્ચર્ય થાય એવી રીતે કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. અત્યાર સુધી ધ્યાન ધરીને બેસવાના ફાયદા બધા લોકોને નથી મળતા નોધવામાં આવ્યા, અને એક મહત્વ નું પરિબળ એ નોધાયું છે કે બધા જ લોકો ધ્યાનમાં નથી બેસતા. અર્થાત અમુક ચોક્કસ વ્યક્તિત્વ ધરાવતા લોકોજ રોજીંદા ધ્યાનમાં બેસે છે અને કદાચ તેમનું આ આંતરિક વ્યક્તિત્વ જ તેમને તણાવ સામે રક્ષણ આપે છે અને કદાચ ધ્યાનમાં બેસવાથી વધારે ફાયદો નથી મળતો.
આ ઉપરાંત સોથો મહત્વની વાત છે કે સામાજિક સહકાર મેળવવો – સારા મિત્રો બનાવવા, એવા લોકો સાથે રહેવું જે આપણને આદર આપે, જીવનમાં પ્રોત્સાહન આપે, અને વિશ્વાવસુ સંબંધ રાખી શકાય. આ સંશોધનો માં પણ એક ખામી એ જોવા મળે છે કે લગ્ન જીવનની જયારે રોગપ્રતિકારક શક્તિ પર અસર જોવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સામાન્ય રીતે પુરુષોમાં લગ્ન કરવા બાદ રોગપ્રતિકારક શક્તિ વધારે સારી જોવા મળે છે, પણ સ્ત્રીઓ માટે આમ નથી હોતું. સ્ત્રીઓમાં માત્ર લગ્ન કરવાથી નહિ પણ સારું લગ્ન જીવન વિતાવવા થી રોગપ્રતિકારક શક્તિ વધારે સારી જોવા મળે છે. કદાચ આ પુરુષ પ્રધાન સમાજવ્યેવસ્થાની એક નિશાની હોઈ શકે.
ધાર્મિક માન્યતા અથવા વલણ હોવાથી પણ હૃદય-રોગ, ડીપ્રેશન અને જીવન આયુષ્ય માં સુધારો જોવા મળે છે. આ અસર ખુબ મોટા પ્રમાણમાં નોધામાં નથી આવી પણ જરૂર તણાવ સામે વ્યક્તિને રક્ષણ પૂરું પાડે છે. પણ ફરી એક વાર આ વિવિધ ચર્ચાઓ નો વિષય બની જાય છે. કારણકે ધાર્મિક માન્યતાઓની અસર માપવી અઘરી છે, અલગ-અલગ સમાજમાં અલગ-અલગ માન્યતાઓ રહેતી હોય છે, અને ફરી એક વાર કદાચ એમ પણ બની શકે કે જે લોકો વધારે ધાર્મિક હોય છે તેમના વ્યક્તિત્વ કદચ વધારે તણાવ સામે પ્રતિરોધક હોઈ શકે. એક પ્રશ્ન એ પણ છે કે કદાચ વધારે પડતા ધાર્મિક લોકો પાસે એક બીજાનો સામાજિક સહકાર અને આદર પણ વધારે હોય છે – તેથી આ વિષય પર અભ્યાસ કરવો ખુબ અઘરો થઇ જાય છે.
અંતે આપણી પાસે એક વિકલ્પ રહી જાય છે તે છે કે આપણે મનુષ્ય તરીકે આપણી સમજણ-શક્તિ પ્રમાણે જીવનને અનુકૂલ (cognitive flexibility, adaptability) થઇ શકીએ છીએ. મતલબ કે જયારે જોઈ એક માર્ગ, નીતિ અથવા ઉપચાર નિષ્ફળ જાય ત્યારે તણાવ સામે બીજો માર્ગ અપનાવો જોઈએ. ઘણી વાર તણાવ સામેની લડત તણાવ ને દુર કરવાની હોય છે, અને બાકી સંજોગોમાં તણાવને સ્વીકારવાની હોય છે. આમ આપણે એવી પરીસ્થીઓ ને સ્વીકારવી જોઈએ જે આપણે નથી બદલી શકવાના, એવી પરિસ્થિતિમાં હિંમત દર્શાવી જોઈએ જેમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ, અને જરૂર એ સમજણ હોવામાં કે આ બંને પરિસ્થિતિ વચ્ચે નો ફેર બતાવી શકીએ. આપણા માંથી ઘણા ઓછા વ્યક્તિઓ પાછળ કોઈ સિંહ અથવા ડાયનોસોર પાડવા ને કારણે તણાવ અનુભવીએ છીએ – અને મોટાભાગના લોકો જીવનશૈલીથી પીડાતા હોય છે અથવા વિચારો થી પીડાતા હોય છે. તો સમજવાની જરુરુ એ છે કે જો આપણે એટલા ચાલાક છીએ કે અતાર્કિક અને કાલ્પનિક તણાવ થી હેરાન થઇ શકીએ છીએ, તો આપણે જરુરુ એટલા ચાલાક છીએ કે આ પ્રશ્નોમાં થી બહાર આવી શકીએ અને તેમને એક નવા સ્વરૂપે નિહારી શકીએ.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવથી રાહત મેળવવા માટેનો અભિગમ – Approaches to Stress management”