Site Overlay

કોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?

ક્યારે કોઈ ગધેડા પાસે બેસો, અને એને અમદાવાદના ટ્રાફિક-જામ વિષે સમજાવો – એ નઈ સમજે, ને વિચારશે કે આ કોણ ગાંડો માણસ છે. પણ આપણને ખબર છે કે ટ્રાફિક-જામ કોને કહેવાય, અને આજ વાત માનસિક તણાવ અને માંદગીનો પાયો છે. આપડે કોઈ સામાન્ય રોજીંદા માનસિક તણાવ નો એ સ્તરનો પ્રતિભાવ આપ્યી છીએ, જાણે આપડે કોઈ જંગલના હરણ હોઈએ અને જીવ લેવા આપડી પાછળ દીપડો પડયો હોય. હકીકતમાં કોઈ આવા હરણ માટે આ શારીરિક પ્રતિભાવ યોગ્ય છે, અને એક ટૂંકા ગાળા માટેની વાત છે. એટલા માટે જ કોઈ હરણ કે દીપડા ને આ વિષયમાં આટલી સમજણ પુરતી છે.

પણ મનુષ્ય તરીકે, આપડે એક અલગ દુનિયા રચી છે. આપડે સતત કોઈ ને કોઈ વાત થી ચિંતિત હોઈએ છીએ. આપણને અડધી રાતે પણ એ ડર હોય છે કે આપણે કેન્સર થશે, કે મિટિંગ માં શું થશે, કે કાલે સવારે કરીયાણું લેવા કોણ જશે. અને આ કારણ સર કોઈ તણાવ કરતા તે તણાવનો આપડો વ્યક્તિગત પ્રતિસાદ વધારે જોખમી બની શકે છે. ખાસ કરીને ત્યારે જયારે તે પ્રતિસાદ નિયમિતપણે સક્રિય રહે. ઉપરાંત આપડે જો તણાવની ગેર હાજરીમાં પણ આ પ્રતિસાદ દર્શાવીએ તો તે વધારે જોખમી બની શકે છે.       

આ પછી, તે જાણવાનું રહે કે શરીર ના વિવિધ અંગો (હૃદય, પેટ, મગજ, વગરે) કે પ્રક્રિયાઓ (ઊંઘ, યાદશક્તિ, રોગપ્રતીકારક શક્તિ, વગરે) તણાવ સામે પ્રતિક્રિયા માં કયો ભાગ ભજવે છે. અને આ તણાવ ટૂંકા ગાળા માટે કેમ યોગ્ય હશે, પણ લાંબા ગાળા માટે કોઈ વ્યક્તિની તંદુરસ્તીમાં ખલેલ પહોચાડી શકે છે. આપડે જાણીશું કે શારીરિક તણાવ ની માનસિક અસરકેવી રીતે થાય છે. ઉપરાંત વ્યક્તિગત વૈવિધ્ય ને કારણે કેમ કોઈ વ્યક્તિ તણાવ નો સામનો સરળતા થી કરી શકે છે, અને કેમ બીજા લોકો ને આ તણાવ સામે વધારે શ્રમ વેઠવો પડે છે. આ શ્રેણી ના અંતે કદાચ તમને માનસિક તણાવ પહોચી શકે છે, અને કદાચ તમે ડિપ્રેશનમાં સરી પડશો. પણ છેલ્લે ૨ એવા પ્રકરણ છે, જેમાં તણાવની આડઅસરો થી કેવી રીતે બચવું તેના વિષે વાત કરીશું. હજુ આશાવાદ માટેના ઘણા કારણો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.